Gujarat

ખેલ મહાકુંભ – ૩.૦” સ્પર્ધામાં સાવરકુંડલાની શ્રી એસ.વી. દોશી ગર્લ્સની ઝળહળતી સફળતા 

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ ખો- ખો સ્પર્ધા – અંડર ૧૭ માં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ – ૩.૦ માં ભવ્ય સફળતા  પ્રાપ્ત કરી છે જેમાં શાળાની વિધાર્થીની બહેનો  (૧) લાડુમોર જલ્પાબેન દેવકુભાઈ, (૨) ભુકણ રવિનાબેન મધુભાઈ અને (૩) ગેલાણી રીયાબેન લાલજીભાઈ ઉપરોકત વિધાર્થીની હવે પછી ઝોન કક્ષાએ ભાગ લેવા જશે. બહેનોનું નેતૃત્વ શાળાના પી. ટી. શિક્ષક દેવીબેન રાઠોડે કર્યુ હતું. સૌ વિજેતા બહેનોને પ્રિન્સિપાલ  ઉષાબેન તેરૈયા, શાળાના  સુપરવાઇઝર નિતાબેન ત્રિવેદી તેમજ નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને શાળા પરિવારે ખૂબ – ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા