શિવ પાર્થેશ્વર મહાદેવ તેમજ ૧૨ જ્યોર્તિલિંગ મહાદેવ પૂજન
બોટાદ ના પાળીયાદ તારીખ ૧૧/૦૮/૨૦૨૫ ને શ્રાવણ મહિના ના તૃતીય સોમવાર ના રોજ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દીયાબા તેમજ ચુડા સ્ટેટ રાણીસાહેબ શ્રી હેમાંગીબા,લાઠી સ્ટેટ રાણીસાહેબ શ્રી ઉષાબા સાથે સૌ શ્રી વિહળ શક્તિ ગ્રુપ ના બહેનો મળી કુલ ૨૫૧ બહેનો એ પાર્થિવ શિવલિંગ બનાવ્યા હતા પ્રત્યેક બહેન દીઠ ૧૦૮ શિવલિંગ બનાવી ટોટલ ૨૭૧૦૮ ભગવાન શિવનાં પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવી ત્યારબાદ બ્રાહ્મણ દ્વારા વિધિવિધાન પૂજન સાથે સૌ એ ભોજન પ્રસાદ લઈ સાંજે વિધિવિધાન પૂજન કરી શિવલિંગ નું ગોમા નદીના જળ માં વિસર્જન કરવામાં આવ્યું….
રિપોર્ટ નટવરલાલ ભાતિયા