Gujarat

રક્તદાન કેમ્પમાં 130 બોટલ એકત્ર, શિવયજ્ઞ અને ગૌસેવાનું આયોજન

ડીસા એપીએમસીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી હતી.

મિત્ર વર્તુળ દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં 130થી વધુ બોટલ રક્ત એકત્ર થયું.

કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જીવનધારા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી વોલન્ટરી બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું.

કયા ક્યા સ્થળો પર જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી

  1. ડીસા એપીએમસીમાં મેગા બ્લડ કેમ્પ
  2. ડીસા એપીએમસીના હનુમાન મંદિર ખાતે વેપારીઓ દ્વારા યજ્ઞનું આયોજન
  3. જલારામ મંદિર ખાતે છાસ વિતરણ
  4. સિવિલ હોસ્પિટલમાં મધ્યાહન ભોજન
  5. પોજરાપોળ ખાતે લીલો ઘાસચારો
  6. રામસણ ગૌશાળામાં લીલો ઘાસચારો
  7. શેકરા ગૌશાળામાં લીલો ઘાસચારો
  8. શેરપુરા ગૌશાળામાં લીલો ઘાસચારો
  9. માલગઢ ગૌશાળામાં લીલો ઘાસચારો
  10. શાસ્ત્રીજી ગૌશાળામાં લીલો ઘાસચારો
  11. સીકુરામ ગ્રુપ દ્વારા પશુ બજારમાં ગાયોને ગોળ
  12. ધાનેરા ગૌશાળામાં લીલો ધાસચારો
  13. થરાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
  14. વડગામ તાલુકાના માલોસણ ખાતે પણ લીલાઘાસનુ ગૌશાળાઓમાં વિતરણ
  15. પાલનપુરમાં વૃધ્ધાશ્રમમાં ભોજન
  16. નવસારી ખાતે જરૂરિયાત મંદને પણ ભોજનપ્રસાદ

શ્રી શિકુરામ યુવા ગ્રુપે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ગૌસેવા કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. ડીસા એપીએમસીમાં બિરાજમાન શ્રી વિજયેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમવાર શિવયજ્ઞનું આયોજન કરાયું છે.

આ પ્રસંગે ગોવાભાઈ રબારીના દીર્ઘાયુ માટે મૃત્યુંજય મહાદેવ મંત્રથી વિશેષ આહુતિ અર્પણ કરવામાં આવી.

ગોવાભાઈ રબારીએ જણાવ્યું કે, મોટી સંખ્યામાં આગેવાનો, ખેડૂતો, વેપારીઓ અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી અને ઉત્સાહભેર રક્તદાનમાં ભાગ લીધો.