Gujarat

શ્રી ભુરખિયા હનુમાનજી નૂતન મંદિર નિર્માણ ને લઈ સુરત બેંકવેટ હોલ ખાતે સ્નેહ મિલન યોજાયું

શ્રી ભુરખિયા હનુમાનજી નૂતન મંદિર નિર્માણ ને લઈ સુરત બેંકવેટ હોલ ખાતે સ્નેહ મિલન યોજાયું / નૂતન મંદિર ની અનેક વિશેષતા ઓ યુગોયુગાંતર મંદિર ની દિવ્યા અને ભવ્યતા / દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી નૂતન મંદિર નિર્માણ અર્થે સુરત ખાતે બેંકવેટ હોલ ખાતે સમસ્ત ભુરખિયા મંદિર પ્રશાસન ટ્રસ્ટ અને પૂજારી પરિવાર શ્રી ભુરખિયા ગામ અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલ સ્નેહ મિલન માં સ્નેહ મિલન નો ઓમ ના ધ્વનિનાદ વચ્ચે હનુમાનજી ચાલીસા પઠન થી પ્રારંભ કરાયો શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થતી અનેક વિધ સેવા પ્રવૃત્તિ ને વિડીયો પ્રોજેક્ટર દ્વારા તાદ્રશ્ય કરાવાય દેશ દેશાવર માં વસતા લાખો શ્રદ્ધાળુ ભાવિકો એ લાઈવ યુટ્યુબ અને ફેશબુક ના માધ્યમ થી સ્નેહ મિલન નિહાળ્યો સમગ્ર કાર્યક્રમ માં શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન ની અન્નક્ષેત્ર આરોગ્ય શિક્ષણ હુન્નર કૌશલ્ય એમ્બ્યુલન્સ સેવા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ જળ સંસાધન આપતી નિવારણ દુષ્કાળ રાહત સેવા જીવદયા અંધત્વ નિવારણ મહિલા સશક્તિકરણ ઉપરાંત દુરસદુર થી આવતા લાખો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ઉત્તમોત્તમ સુવિધા ઓથી અવગત કરતા પ્રમુખ દુષયનભાઈ પારેખ હરજીભાઈ નારોલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વંયભુ શ્રી ભુરખિયા હનુમાનજી પ્રાગટય સાડા ચાર વર્ષ પૂર્વે થી હાજુરા હાજુર દેવ શ્રી ભુરખિયા દાદા માં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા લાખો દર્શનાર્થીઓ માટે ઉત્તમોત્તમ સુવિધા થી સુસજ્જ નૂતન મંદિર નિર્માણ કાર્ય નો અંદાજીત ખર્ચ ૪૦ કરોડ જેવા થનાર છે ત્રણ વર્ષ જેવા લાંબા સમય સુધી નૂતન મંદિર નિર્માણ કાર્ય ચાલનાર હોવા નું ટ્રસ્ટ દ્વારા જણાવ્યું અસંખ્ય ઉદારદિલ દાતા ઓ દાન અવિરત પ્રવાહ વ્હાવવા મંદિર પ્રશાસન નો અનુરોધ ટૂંકી મુદત ની સોશ્યલ મીડિયા પ્લેટ ફોર્મ ઉપર સ્નેહ મિલન ની એક અપીલ થી અકડેઠઠ જનમેદની એકત્રિત થઈ અનેક વિશિષ્ટતા દર્શાવતા ટ્રસ્ટી ઓ ભવ્ય અને દિવ્ય મંદિર યુગો યુગાંતર ધર્મ સેવા કર્તવ્ય પાલન નો સંદેશ આપવા સામર્થ્ય ધરાવશે મંદિર ટ્રસ્ટ ના દેશ દેશાવર માં વસતા તમામ ટ્રસ્ટી ઓ પ્રમુખ દુષયનભાઈ પારેખ જ્યેન્દ્રભાઈ પારેખ સુધીરભાઈ પારેખ દક્ષેયભાઈ પારેખ હિમતભાઈ કટારીયા અમરશીભાઈ પરમાર નરસીભાઈ ડોડીયા મનીષભાઈ નિમાવત જીતુભાઇ નિમાવત ભરતભાઇ ભટ્ટ સહિત મંદિર ટ્રસ્ટ મેનેજમેન્ટ સ્ટાફ ની ઉપસ્થિતિ માં નૂતન મંદિર નિર્માણ સંકલ્પ ને ધર્મ ઉલ્લાસ થી વધાવી લેતા ઉદારદિલ દાતા તરફ થી દાન ની સરવાણી વહાવી શુભ પ્રારંભ કરાયો હતો સમગ્ર સ્નેહ મિલન કાર્યક્રમ નું બેનમૂન સંચાલન જાણીતા મોટી વેશનલ સ્પીકર જીતુભાઇ મકવાણા અને સુરેશભાઈ મિયાણી દ્વારા કરાયું હતું દાતા રત્નો ને શ્રી ભુરખિયા દાદા ની મૂર્તિ સ્મૃતિ ચિન્હ રૂપે ટ્રસ્ટી ઓના વરદહસ્તે અર્પણ કરાય હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250703-WA0129-1.jpg IMG-20250703-WA0128-2.jpg IMG-20250703-WA0130-0.jpg