Gujarat

સાવરકુંડલાના લુવારા ગામે ધોમધખતા અંગ દઝાડતાં તાપમાં  છેલ્લા પંદર દિવસથી બાપા સીતારામ મઢુલી ખાતે શરબત વિતરણ કરતા શ્રી દાનેવ યુવા ગ્રુપના યુવાનો

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે આવેલ શ્રી દાનેવ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા પંદર દિવસથી બાપા સીતારામ મઢુલી પર ઠંડા શરબતનું  સેવા કાર્ય અવિરતપણે કરી રહ્યા છે. સૌ પ્રથમ કરેલ આયોજન મુજબ આ કાળઝાળ અંગ દઝાડતી ગરમીમાં બે દિવસ વિતરણ કરવાનું આયોજન કરેલ. પરંતુ વઘારે તડકો જોતા એવું લાગ્યું કે હજુ થોડો સમય વિતરણ શરૂ રાખીએ એમ કરતા કરતા પંદર દિવસ થઈ ગયા તો પણ આ સેવા કાર્ય હજુ શરુ જ છે અને વધુમાં એ કે સમગ્ર યુવાનો એ જ આ કાર્યને સફળ બનાવવા જહેમત ઉઠાવી છે અને ખાસ નોંધનીય બાબત એ છે કે ગ્રામજનો સિવાય કોઈ પણ દાન પણ નથી લેવામાં આવતું.  આમ “ગરમીમેં ઠંડક” આપતાં આ માનવસેવા અભિયાનની ભારે પ્રશંસા થઈ રહી છે.
બિપીન પાંધી સાવરકુંડલા