શ્રી શિહોર સંપ્રદાય ઔદીચય સહત્ર બ્રહ્મ સમાજ નો સુરત ખાતે ૧૧ મો સદભાવના પરિવાર આયોજીત ઈનામ વિતરણ સમારોહ યોજાયો સુરત શ્રી શિહોર સંપ્રદાય ઔદીચય સહત્ર બ્રહ્મ સમાજ સુરત સદભાવના પરિવાર આયોજીત ઈનામ વિતરણ સમારોહ સદભાવના પરિવાર ડો હરેશભાઈ દવે બળવંતભાઈ,બિપીનભાઈ,ડો હર્ષદભાઈ ,રમેશભાઈ દવે,ખુશાલભાઈ ,હિંમતભાઈ,રાહુલભાઈ ,જીજ્ઞેશભાઈ ,સાગરભાઈ જયદેવભાઈ ,હિતેશભાઈ ,નાનુભાઈ બહ્મ સમાજ પ્રમુખ ,રવિશંકર જાની ,
લાલભાઈ દવે,ભરતભાઈ જોષી,બિપીનભાઈ જોષી, વીજયભાઈ જોષી ,યોગેશભાઈ જોષી,ભાનુભાઈ જોષી ના કુટંબી સહ પરિવાર ની ઉપસ્થિતિ માં ધોરણ ૬ થી ૧૨ ના ઈનામ વિતરણ કરવામાં આવ્યું. ઈનામ વિતરણ થી વિદ્યાર્થીઓ નો ઉત્સાહ શિક્ષણ પ્રત્યે વધાર્યો. કહેવાય છે એન્જિન સારું હોય તો ગમે એટલા ડબ્બા ખેચી જાય તેવી રીતે સદભાવના પરિવાર ના ડો હરેશભાઈ દવે જે દીર્ઘ દ્રષ્ટ્રી અને સમાજ અને રાષ્ટ્ર સેવા ના ભેખધારી ભારત જ નહીં વિદેશો માં વિકસિત દેશ ઓસ્ટેલિયા મા સદભાવના ની સુવાસ ફેલાવે છે. જે સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર નું ગૌરવ કહેવાય. અનેક ધંધા વ્યવસાય સાથે જોડાયેલા પરિવાર પ્રેમી ઓ દ્વારા સદભાવના પરિવારે પહેલી વાર નહીં પણ અગિયાર મી વાર ઈનામ વિતરણ સમારંભ થયો તે પરિવાર ની એકતા સંગઠન બતાવે છે. ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ પણ શુભેચ્છા ટેલિફોનિક પાઠવી હતી.આ પ્રસંગે લોક દ્રષ્ટ્રી ચક્ષુબેંક, ઈન્ડિયન રેડ ક્રોસ અને સક્ષમ સાથે જોડાયેલા દિનેશભાઈ જોગાણી હાજર રહ્યા હતા. કાર્યક્રમ નું સફળ સંચાલન ડો હર્ષદભાઈ દ્વારા કરવામાં આવ્યું. તેમજ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. અન્ન ભેગા તો મન ભેગા કાર્યક્રમ ને અંતે સર્વો એ પ્રસાદ સાથે લીધો હતો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા