Gujarat

પાલનપુરના ગઠામણમાંથી જુગાર રમતા છ ઝડપાયા

પાલનપુર તાલુકા પોલીસ શુક્રવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે ગઠામણ ગામે આવેલ લાલીયા તળાવની બાજુમાં હીરાભાઈ પટેલના કુવા પાસે ઓરડી આગળ જુગાર રમતા વખતસિંહ બચુસિંહ ઠાકોર, અગરસિંગ સોવનજી ઠાકોર, રાજુજી સોમાજી ઠાકોર અને પોપટજી હેમજી ઠાકોર,(તમામ રહે,ગઠામણ તા.પાલનપુર) ગેનજીભાઈ હેમજી ઠાકોર(રહે મહેસાણા) અને મનીષકુમાર ધનજીભાઈ જાદવ(પાલનપુર) ને ઝડપી પાડ્યા હતા.પોલીસે રૂપિયા 26,220 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.