છોટાઉદેપુર જિલ્લા પત્રકાર સંઘ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ દરબાર હોલ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જમાવટ ન્યુઝ ચેનલના હેડ દેવાંશીબેન જોશી સહીત જિલ્લા પત્રકાર સંઘના વિવિધ સંઘના પ્રમુખો અને મોટી સંખ્યામાં જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં પત્રકારત્વનું કલ આજ ઓર કલ ના વિષય પર પધારેલ મહાનુભાવોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

