Gujarat

દેત્રોજના રામપુરામાં SOG એ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા દિનેશ ઠાકોરની ધરપકડ કરી

અમદાવાદ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે દેત્રોજના રામપુરા ગામેથી એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે.

આરોપી દિનેશ ઠાકોર કોઈપણ મેડિકલ ડિગ્રી ધરાવ્યા વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો હતો.

પોલીસે આરોપીની પાસેથી ૭૯,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતની એલોપેથિક દવાઓ અને અન્ય મેડિકલ સામગ્રી જપ્ત કરી છે. આરોપી લાંબા સમયથી આ વિસ્તારમાં બોગસ તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું છે.

SOG પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ પ્રકારના બોગસ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાથી પોલીસ તંત્ર દ્વારા સતત નિરીક્ષણ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.