પશ્ચિમ રેલવે દ્વારા કામગીરી સંબંધિત કારણોને કારણે આવતીકાલે એટલે કે 24 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ચલાવાતી કેટલીક પેસેન્જર ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
24 ઑક્ટોબર, 2025ના રોજ રદ રહેનારી ટ્રેનો જેમાં
- ટ્રેન નંબર 69185/69186 અમદાવાદ–વીરમગામ–અમદાવાદ મેમુ
- ટ્રેન નંબર 59481/59482 મહેસાણા–ભીલડી–મહેસાણા પેસેન્જર
- ટ્રેન નંબર 59509/59510 મહેસાણા–વીરમગામ–મહેસાણા પેસેન્જર
- ટ્રેન નંબર 59511/59512 મહેસાણા–વીરમગામ–મહેસાણા પેસેન્જર
- ટ્રેન નંબર 59475/59476 મહેસાણા–પાટણ–મહેસાણા પેસેન્જર
- ટ્રેન નંબર 59483/59484 મહેસાણા–પાટણ–મહેસાણા પેસેન્જર
પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, આ ટ્રેનો કામગીરીના કારણસર એક દિવસ માટે રદ કરવામાં આવી છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની મુસાફરીની યોજના બનાવતા પહેલા ટ્રેનોના સમયપત્રક, સ્ટોપ અને અન્ય વિગતો જાણવા માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લે