વેરાવળ નજીક ડાભોર ફાટક પાસે એક યુવકે ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ વેરાવળના દેવેન હરીભાઈ વાંદરવાલા તરીકે થઈ છે.

બનાવની વિગતો મુજબ, સોમનાથ-જબલપુર ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ખારવા સમાજનો આ યુવક સામેથી દોડીને ટ્રેન સામે કૂદી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં પ્રભાસપાટણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. હાલ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
