તા. ૩૦/૧૦/૨૦૨૫
*ભરૂચમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)*
*કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી*
SIR BH P.R No.01
ભરૂચ – ગુરુવાર ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭.૧૦,૨૦૨૫ના પત્રથી તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે તા.૨૮.૧૦.૨૦૨૫થી શરૂ થઈ તા.૦૭.૦૨.૨૦૨૬ સુધી જાહેર થયેલ છે.
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR)નું કાર્યક્રમ જાહેર કર્યું છે. આજરોજ ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભરૂચ ખાતે રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાજર રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓને આ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા.
સને-૨૦૦૨ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો (https://voters.eci.gov.in/) પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૦૨માં પોતાનું નામ ચકાસી શકશે
જેમાં SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોને બુથ લેવલ અધિકારી દ્વારા ઘેર-ઘેર જઈને તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન Enumeration Form આપશે, ફોર્મ ભરવા જરૂરી માર્ગદર્શન આપશે અને ભરેલા ફોર્મ્સ પરત મેળવશે.
ત્યારબાદ તા. ૯/૧૨/૨૦૨૫ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
જેમાં તા. ૦૯/૧૨/૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી સુધારા માટેના દાવા અને વાંધા રજૂ કરી શકશે અને તારીખ ૦૯/૧૨/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી દાવાઓની સુનાવણી તથા નિર્ણય કરાશે.
આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા. ૦૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થયેથી પુર્ણ કરવામાં આવશે.
આખરી SIRની મતદાર યાદીમાં મતદારો તેમના નામ સહિતની વિગતો પણ ચકાસી શકશે. ભારતના ચૂંટણી
પંચે દ્વારા ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ ૧૨ દસ્તાવેજો મતદાર તરીકે સમાવેશ કરવા માટે માન્ય ગણાશે.મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની આ પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે હેતુથી સ્વયંસેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉપસ્થિતોને BLO ની કામગીરીમાં સહયોગ આપવા તેમજ પાર્ટી દ્રારા વિધાનસભા પ્રમાણે BLA ની નિમણૂંક કરવા પણ અપીલ કરી હતી. SIR બાબતે BLAન માટે પણ તાલીમનું આયોજન કરાશે. તેમજ પ્રતિનિધિઓ રજૂ કરેલા પ્રશ્નો અંગે જરૂરી ચર્ચા કરી તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડયું હતું.
તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભરૂચની એક યાદીમાં જણાવ્યું છે. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ….



