શાંતિ બિઝનેસ સ્કૂલે પીજીડીએમ 2025-27ની નવી બેચનું સ્વાગત ‘સક્ષમ 2025’ ઇન્ડક્શન પ્રોગ્રામ સાથે કર્યું છે. ‘અનલોકિંગ કલેક્ટિવ ઇન્ટેલિજન્સ’ થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં 300 વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ શિક્ષણની શરૂઆત કરી છે.
કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી થઈ. સ્કૂલના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ સૌનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું કે એસબીએસમાં વ્યક્તિગત શક્તિઓના સંયોજનથી સાચી વૃદ્ધિ થાય છે.
ચિરિપાલ ગ્રુપના પ્રમોટર બ્રિજમોહન ચિરિપાલે વિદ્યાર્થીઓને સકારાત્મક માનસિકતા અપનાવવા પ્રેરણા આપી.

મુખ્ય અતિથિ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કે.જે. આલ્ફોન્સે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ કેળવવા અને સપનાઓને સાકાર કરવા પ્રોત્સાહિત કર્યા.
મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયા માટે BBDO TeamX ના CEO સુરજા કિશોરે નેતૃત્વમાં વાર્તા કહેવાની કળાનું મહત્વ સમજાવ્યું. આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા ડૉ. હિમાંશુ બુચે સામૂહિક બુદ્ધિમત્તા વિશે માર્ગદર્શન આપ્યું.