Gujarat

બ્લ્યુ એનર્જી કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ લગાવામાં આવી

બ્લ્યુ એનર્જી કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ લગાવામાં આવી

રાધનપુરના 4 ગામડામાં સ્ટ્રીટ લાઇટ લગાવીને ગામમાં ઉજાસ ફેલાવી

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગામડાઓમાં બ્લુ એનર્જી કંપની દ્વારા સરહાનીય કામગીરી કરવામાં આવી છે જેમાં ગામમાં રાત્રિના સમયે અંધાર પટ્ટ છવાતો હતો જેને લઈને કંપની દ્વારા સ્વ ખર્ચે ગામડામાં સોલાર સ્ટ્રીટ લગાવીને ગામડામાં ઉજાસ ફેલાવાનું કામગીરી ગ્રામજનો દ્વારા કંપની નો આભાર વ્યક્ત કર્યો હતો.
રાધનપુર પ્લાન્ટ સાઇટ આસપાસના ચાર ગામોમાં શેરગંજ,પોરાણા, માનપુરા અને રતનપુરા સોલાર બ્લૂપાઈન એનર્જી કંપની દ્વારા ગામોમાં સોલાર સ્ટ્રીટ લાઈટ સ્થાપના બ્લૂપાઈન એનર્જી કંપનીના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી કાર્યક્રમ અંતર્ગત સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી છે. આ કાર્યનું અમલીકરણ પ્રિબ રિસર્ચ એન્ડ સોશ્યલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતુ. આ તમામ ગામોમાં લાઈટનું કામ પૂર્ણ કરી ચકાસણી તથા ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉદ્ઘાટન બ્લૂપાઈન એનર્જી કંપનીના સાઇટ ઇન્ચાર્જ પ્રસંજીતજી દ્વારા ગામોના સરપંચ ને સાથે રાખીને કામગીરી કરવામાં આવી જેમાં એ પોરાણા ગામના સરપંચ ઉદયસિંહ ઠાકોર શેરગંજ ગામના સરપંચ પ્રકાશભાઈ,માનપુરા ગામના સરપંચ અલ્પેશભાઈ ની હાજરીમાં સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી હતી અને સાથે સ્થાનિક ગ્રામજનો અને સરપંચોએ બ્લૂપાઈન એનર્જી કંપનીનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ પહેલથી ગામોમાં રાત્રિ દરમિયાન પ્રકાશની સુવિધા ઉપલબ્ધ થશે તથા સુરક્ષામાં સુધારો થશે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

IMG-20251105-WA0094-3.jpg IMG-20251105-WA0095-2.jpg IMG-20251105-WA0097-1.jpg IMG-20251105-WA0096-0.jpg