Gujarat

રાજકોટ અકસ્માતો અટકાવા સ્કુલ/કોલેજોમાં વિદ્યાર્થીઓ પાસે લાઈસન્સ ન હોય ડ્રાઈવ આયોજન.

રાજકોટ અકસ્માતો અટકાવા સ્કુલ/કોલેજોમાં વિદ્યાર્થીઓ પાસે લાઈસન્સ ન હોય ડ્રાઈવ આયોજન.

રાજકોટ શહેર તા.૬/૨/૨૦૨૫ ના રોજ રાજયમાં વર્ષ-૨૦૨૩ દરમ્યાન માર્ગ પર અકસ્માત થવાના કારણે કુલ-૭૬૧૮ લોકો મૃત્યુ પામેલ હતા જેમાં કુલ જીવ ગુમાવનાર માંથી કુલ-૧,૬૩૩ (૨૧%) વ્યક્તિ ૨૬ વર્ષથી નીચેની વયના છે. જેથી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓની માર્ગ સલામતી સુનિશ્ચિત થાય તે માટે અત્રેની ટ્રાફિક શાખા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ સ્કુલ/કોલેજોમાં ૧૮ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ સ્કુલ/કોલેજોમાં આવવા-જવા માટે ટુ-વ્હીલ/ફોરવ્હીલરનો ઉપયોગ કરતાં હોય છે પરતું તેઓ પાસે RTO દ્વારા ઇસ્યુ થતું વેલીડ લાયસન્સ ધરાવતા ન હોય તેવા વિદ્યાર્થીઓ સામે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂજા યાદવ અને મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા જે.બી.ગઢવી અને ટ્રાફિક શાખાના અધિકારી/કર્મચારીઓ દ્વારા કોઇ ભયંકર અકસ્માત કે અનિચ્છીનીય બનાવ ન બને તેમજ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને વિશેષ ડ્રાઇવ નું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત તા.૫/૨/૨૦૨૫ ના રોજ શહેરી વિસ્તારની અલગ-અલગ સ્કુલ ખાતે કુલ-૩૫ વેલીડ લાયસન્સ ન ધરાવતા વિદ્યાર્થી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ સદરહુ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામા આવનાર છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250206-WA0029.jpg