Gujarat

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે આવેલ શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ ૨૦૨૫ની તાલુકા કક્ષામાં ઝળક્યાં

ખેલ મહાકુંભ ૨૦૨૫માં શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની જવલંત સિદ્ધિ.  સમગ્ર ગુજરાતમાં જ્યારે આજે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે આંબરડી હાઇસ્કુલમાંથી ધોરણ નવમાં અભ્યાસ કરતા જૈવિન જયસુખભાઈ કે જેમણે ૪૦૦ મીટર દોડની અંદર સમગ્ર તાલુકાની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.
જ્યારે ધોરણ ૧૨માં અભ્યાસ કરતા મકવાણા રોનીકભાઈ (અંડર – 17) માં તાલુકાની અંદર ૧૭૦૦ મીટર દોડમાં ત્રીજો ક્રમ મેળવેલો છે. આ તમામ એટલેટીક્સ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓનું નેતૃત્વ સ્કૂલના શિક્ષક રમેશભાઈ ચારિયાએ કર્યું હતું. અને સૌ વિજેતા ભાઈઓને આંબરડી કેળવણી મંડળના પ્રમુખ શ્રી દિપકભાઈ માલાણી સાહેબ તેમજ શાળાના પ્રિન્સિપાલ એમ.ડી.માલવિયાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા