Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ તાલુકા શાળાના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં અવ્વલ નંબરે

તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં તાલુકા શાળાના વિદ્યાર્થીઓ અવ્વલ નંબરે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત  તારીખ  ૬-૧-૨૫ ના રોજ સાવરકુંડલા કે.કે.હાઈસ્કૂલ ખાતે એથલેટિક્સની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી.કાર્યક્રમની શરૂઆત સાવરકુંડલાના જાંબાઝ  એએસપી વલય વૈદ્ય (આઈપીએસ) દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવરકુંડલાની સરકારી શાળા તાલુકા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
જેમાં સૌપ્રથમ અન્ડર-9  અંતર્ગત સ્ટેન્ડિંગ બ્રોડજંપ અને ૩૦ મીટર દોડની સ્પર્ધા યોજાઈ હતી  જેમાં  શાળાનો વિદ્યાર્થી રાઠોડ મોહિત બંને સ્પર્ધામાં સમગ્ર તાલુકામાં પ્રથમ આવેલ.ત્યારબાદ  અન્ડર-11 સ્ટેન્ડિંગ બ્રોડજમ્પ અને ૫૦ મીટરની સ્પર્ધા યોજાઈ હતી .જેમાં સ્ટેન્ડિંગ બ્રોડ જંપની સ્પર્ધામા શાળાના વિદ્યાર્થી સુસરા દેવ ,ચૌહાણ અલી અનુક્રમે દ્વિતીય અને તૃતીય ક્રમે આવ્યા હતા અને ૫૦ મીટર દોડની  સ્પર્ધામા ચૌહાણ અલી દ્વિતીય નંબરે આવેલ ત્યારબાદ અન્ડર-14 ગોળા ફેંકની સ્પર્ધામાં શાળાનો વિદ્યાર્થી નિર્પ તૃતીય ક્રમે આવેલ.
આ તકે શાળાના કોચ હિતેશભાઈ  જોષી અને અલ્પેશભાઈ સીતાપરા તથા આચાર્યશ્રી તેમજ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષા માટે શુભેચ્છાઓ પાઠવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા