Gujarat

ધામળેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમએસએમએ કેમ્પનું સફળ આયોજન

ધામળેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ આરોગ્ય શિબિરનું સફળ આયોજન થયું.

શિબિર દરમિયાન કોડીનારની આગમન હોસ્પિટલના પ્રખ્યાત સ્ત્રીરોગ તજજ્ઞ ડો. પરમાર સાહેબ દ્વારા ગર્ભવતી મહિલાઓની વિગતવાર તપાસ કરવામાં આવી. આસપાસના ગામોમાંથી ખિલખિલાટ વાહન સેવા દ્વારા આશરે 75 ગર્ભવતી મહિલાઓ શિબિરમાં હાજર રહી અને સેવાઓનો લાભ લીધો.

આ શિબિર દરમિયાન નીચે મુજબની આરોગ્ય સેવાઓ આપવામાં આવી:

સંપૂર્ણ એએનસી (ANC) ચેકઅપ

લોહીની તપાસો

રૂટિન આરોગ્ય ઇતિહાસ નોંધણી

જરૂરી દવાઓનું વિતરણ

આરોગ્ય માર્ગદર્શન તથા જાગૃતિ કાર્યક્રમ

આ આરોગ્ય અભિયાનમાં અંબુજા ફાઉન્ડેશન, કોડીનાર અંબુજાનગરનો સહયોગ નોંધપાત્ર રહ્યો.

આ આયોજનનો મુખ્ય હેતુ ગર્ભાવસ્થા દરમિયાન માતાઓને સમયસર અને યોગ્ય તબીબી સંભાળ ઉપલબ્ધ કરાવી, સુરક્ષિત માતૃત્વને પ્રોત્સાહિત કરવો હતો.

રિપોર્ટર : પરેશ લશ્કરી