સુરત મોટા વરાછામાં અખંડ રહેતું છાસ વિતરણ કેન્દ્ર
– વયો વૃદ્ધ વડીલો દ્વારા સુરત મોટા વરાછામાં અખંડ રહેતું છાસ વિતરણ કેન્દ્ર
– પોતાની બચત તથા મરણ મૂડીમાંથી વપરાશ કરીને છાશ વિતરણ કેન્દ્ર ચલાવે છે,
સુરત ખાતે મોટાવરાછાના મારુતિ ચોક ખાતે વડલા નીચે બેસી રહેતા પાંચ વડીલો જેઓ નવરાશની પળોને છાશ વિતરણ કેન્દ્રમાં પરિણમિત કરી પોતાના દીકરાઓ સંતાનો પાસેથી વાપરવા મળતા રૂપિયા તથા પોતાની મરણ મુડી માંથી ઉપયોગ કરી અને ગાયોના તબેલા માંથી છાશ લાવી યોગ્ય મસાલા પોતે મિશ્રિત કરી અને લોકોને વિનામૂલ્યે આત્મ સંતોષ થાય તે હેતુ ઠંડી છાશ પીવડાવી રહ્યા છે, આ વડીલોમાં મનુદાદા દુધાત બોરાળા, વિનુભાઈ બુટાણી ભેસવડી, જીવનભાઈ હિરપરા ખીજડીયા, કાંતિભાઈ તોરી, હરસુખભાઈ જુનાગઢ વગેરે આ તમામ વડીલો જોધ જુવાન પણ ન કરી શકે તેવી રીતે સવારમાં ૯-૦૦ થી બપોરના ૧-૩૦ વાગ્યા સુધી કાળજાળ ગરમીમાં પણ લોકોને છાશ પીવડાવી પોતાના કર્મ ઉજળા રહ્યા છે અને લોકોને પ્રેરણા આપી રહ્યા છે, કોઈપણ જાતના દાન ડોનેશન લીધા વિના પોતાના ખર્ચામાંથી પોતાના વાપરવાના પૈસામાંથી આ છાશ વિતરણ કેન્દ્ર ચલાવી રહ્યા છે, રોજની ૫૦ લિટર જેટલી ગાયોના દૂધમાંથી બનાવેલી છાશનુ વિતરણ કરી સમાજને પ્રેરક ઉદાહરણ બનાવતું છાશ વિતરણ કેન્દ્ર વૃદ્ધાવસ્થાની વ્યાખ્યા બદલી રહ્યું છે, એટલે જ કહેવાયું છે કે વૃક્ષ ફળ ન આપે તો પણ એ ગુણકારી હોય છે કારણ કે છાવ તો જરૂર આપતું હોય છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



