મેંદરડા ના સમઢીયાળા પટેલ સમાજ ખાતે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું
મેંદરડા તાલુકા સમસ્ત લેઉવા પટેલ સમાજ અને સમઢીયાળા ગ્રામ પંચાયત સરપંચ ચિરાગ ભાઈ રાજાણી તેમજ ગ્રામ જનો દ્વારા નીડર ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલ ભાઈ રાદડિયા ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ એ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેંદરડા તાલુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારના જુદા જુદા ગામોથી આ સર્વેરોગ નિદાન કેમ્પમાં લોકો ઉમટી પડ્યા હતા
સરપંચ ચિરાગભાઈ રાજાણીના નેતૃત્વ હેઠળ આ કેમ્પમાં કેન્સર સર્જન, એમ ડી ફિઝિશિયન, જનરલ સર્જન, એમ.એસ. ગાયનેક, ઓર્થોપેડિક સર્જન, ટર્મેટોલોજિસ્ટ, એમ.એસ.ઇ. એન.ટી, એમ.ડી પલ્મોનો લોજીસ્ટ વગેરે ડોક્ટરોએ સેવા આપેલ હતી
આ કેમ્પમાં કુલ-૧૮૭ દર્દીઓએ લાભ લીધેલ હતો જેમાં કેન્સર-૭ ઓર્થોપેડિક-૩૯, ફેફસા ના-૧૮, આયુર્વેદિક-૩૩, એમ.ડી ના-૮૮ સહિતના દર્દીઓએ લાભ લીધો હતો અને આ ફ્રી નિદાન કેમ્પ ને સફળ બનાવ્યું હતું
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા




