રાણપુર તાલુકાના જાળીલા ગામે સુતરીયા પરીવારે વ્યસનમુક્તિ માટે અનોખુ અભિયાન હાથ ધર્યુ.
જાળીલા ગામે વ્યસન મુક્તિ અભિયાન અંગેની મીટીંગ યોજાઈ,પ્રથમ દિવસે 34 લોકોએ વ્યસન છોડવાની જાહેરાત કરી
જાળીલા ગામના વતની અને હાલ અમેરિકા રહેતા સુતરીયા પરીવાર એક વ્યકિત દ્વારા વ્યસન છોડનાર ના નામે 5000 ગામમાં શિક્ષણ અને વિકાસ માટે અપાશે..
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનાં જાળીલા ગામના મૂળ વતની અને હાલ અમેરીકામાં સ્થાયી થયેલા પરીવારો જેઓ ગામના વિકાસ માટે હમેશાં તત્પર રહેતા હોય છે. ગામમાં શિક્ષણ, પાણી, આરોગ્ય તેમજ અન્ય બાબતોને લઈને હમેશાં કામગીરી કરીને જાળીલા ગામના વિકાસમાં સહભાગી બને છે ત્યારે અમેરિકામાં વસતાં પરિવારો ગામના સુખાકારી માટે એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.મૂળ જાળીલા ના વતની અને અમેરીકા સ્થાયી થયેલા પ્રવિણભાઈ સુતરીયા તેઓ પોતાના ગામનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે હમેશાં તત્પર રહેતા હોય છે ત્યારે જાળીલા ગામના લોકો માવા,બીડી, સિગારેટ ,દારૂ જેવા વ્યસન છોડે અને જાળીલા ગામના લોકો વધુમાં વધુ આ વ્યસન મુક્તિ અભિયાન માં જોડાઈ એવુ સુતરીયા પરિવાર ઉચ્છી રહ્યા છે.
જાળીલા ગામના લોકો વ્યસન મુક્ત બને એટલે અમેરીકામાં સ્થાયી થયેલા એકજ વ્યક્તિ તરફથી એક વ્યક્તિ છોડે 5,000 રૂપિયા આપવામાં આવશે આ પૈસા જાળીલા ગામની એક જાળીલા શ્રેષ્ટ જાળીલા એકતા કમિટીમાં આપવાનું નક્કી કરાયુ છે.આ વ્યસન મુક્તિ અભિયાન થી જાળીલા ગામના લોકો વધુમાં વધુ વ્યસન થી મુક્તિ મેળવે તેવું આયોજન કરવામાં આવ્યુ છે. જે અનુસંધાને જાળીલા ગામે ગત રાત્રીના ગામ લોકોની એક મીટીંગ બોલવવામાં આવી હતી.આ મીટીંગમાં જાળીલા ગામના તમામ સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા અને પોતે વ્યસન છોડીને અન્ય લોકોને પણ વ્યસનથી મુક્ત કરાવવા વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા એકતા કમિટીની ટીમ છે આ કમિટીમાં 43 સભ્યો છે ગામમાં રહેતા અલગ અલગ 16 જ્ઞાતિના બે-બે સભ્યો નો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે જાળીલા ગામના લોકો આ વ્યસન મુક્તિ અભિયાન ની અંદર વ્યસન છોડશે તેઓને આ સુતરીયા પરિવારના એક વ્યક્તિ દ્વારા વ્યસન છોડનારને 5000 રૂપિયા આ જાળીલા ની કમિટીની અંદર આપવામાં આવશે જે તમામ રૂપિયા જાળીલા ગામના શિક્ષણ માટે અને જાળીલા ગામના વિકાસ માટે વાપરવામાં આવશે ગત રાત્રે જે ગામ લોકોની આગેવાનોની આ સુતરીયા પરિવાર દ્વારા મીટીંગ બોલાવવામાં આવેલી જે મીટીંગના પ્રથમ દિવસે જ 34 લોકોએ અલગ-અલગ વ્યસનો છોડીને આ વ્યસનમુક્તિ અભિયાનનો ભવ્ય પ્રારંભ કર્યો હતો જે જાળીલા ગામ માટે આનંદ ની વાત છે સુખની વાત છે જાળીલા ગામના લોકો આ વ્યસન મુક્તિ અભિયાનમાં વધુને વધુ જોડાઈ વધુને વધુ લોકો ઝડપથી વ્યસન છોડે અને એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા જે સૂત્ર આપ્યું છે તેમાં કંઈક વધુ ઉમેરો કરીને વ્યસન મુક્ત જાળીલા તંદુરસ્ત જાળીલા બને તેવું આ સુતરીયા પરિવાર ઈચ્છે છે..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર




