Gujarat

કબીર ટેકરી સાવરકુંડલા તેમજ ગદ્ય  સાહિત્ય સભા અમરેલી પ્રેરિત “ઉજળી પ્રતિભાઓ” પુસ્તક વિમોચનમાં  સાવરકુંડલા ખાતે આવેલ એસ. વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ વર્ષાબેન ખખ્ખરનું અદ્કેરુ સન્માન કરવામાં આવ્યું

કબીર ટેકરી સાવરકુંડલા તેમજ ગદ્ય

સાહિત્ય-અમરેલી પ્રેરિત “ઉજળી પ્રતિભાઓ ” પુસ્તકનાં વિમોચન, ઉજળી પ્રતિભાઓનો સન્માન સમારંભ તેમજ શ્રી નારાયણ સાહેબનાં જન્મ દિવસની ઉજવણી એવા ત્રિવિધ સમારોહ  સમયે અનેક એવોર્ડથી સન્માનિત એવા રઘુવંશી સમાજના ગોરવ સમા વર્ષાબેન નરેન્દ્રભાઈ ખખ્ખર (ધામેચા)નું ગુજરાતનાં ઉજળી પ્રતિભા તરીકે અનેરૂં સન્માન થયેલ.

જેમાં  સુધિરભાઈ મહેતાની કલમે લખાયેલ પુસ્તક “ઉજળી પ્રતિભાઓ”માં શ્રી એસ.વી.દોશી.ગર્લ્સ હાઇસ્કુલ અને શ્રી એ.કે.ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ સાવરકુંડલાનાં પૂર્વ પ્રિન્સિપાલ વર્ષાબેન ખખ્ખરનાં ઉજળા જીવનનાં  રૂડા દર્શન કરાવવામાં આવેલ છે.
આ સન્માન સમારંભમાં સન્માનપત્ર , શિલ્ડ  , નાનકડી બુક ,”ઉજળી પ્રતિભાઓ ” પુસ્તક તેમજ શાલ આપી સંતો ,મહંતો, લેખકો તેમજ અધિકારીઓ તેમજ પત્રકારોએ આશિર્વાદ તેમજ શાબ્દિક શુભેચ્છાઓ પીરસીને વર્ષાબેનને ઉમળકાભેર આવકારીને સન્માનિત કરેલ.આ પળે  હોસ્ટેલની (શાળાની) તમામ દીકરીઓ હાજર હોય  ,દીકરીનું મધુરમીઠું સંબોધન કરનાર, પોતાની માતાનો દરજજો મેળવવા હક્કદાર એવા વ્હાલા પ્રિન્સિપાલ વર્ષાબેન ખખ્ખરને સન્માનિત થતા જોઈ ખુશી વ્યક્ત કરેલ .
બિપીન પાંધી સાવરકુંડલા