Gujarat Sports

“સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી એથ્લેટીક્સની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ”

KISS UNIVERSITY, ભૂવનેશ્વર (ઓરીસ્સા)ના યજમાન પદે યોજાયેલ ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી એથ્લેટીક્સની સ્પર્ધા યોજાઈ હતી. ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી એથ્લેટીક્સની સ્પર્ધામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
  
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના રૂચિત મોરીએ ૪૦૦ મીટર હર્ડલ્સની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વંદના મોરીએ સ્ટીપલચેઝની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેડલ મેળવ્યો હતો અને જમોડ પાયલએ ઊંચીકૂદમાં ખેલો ઈન્ડીયાની સ્પર્ધા માટે પસંદગી પામી હતી.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ફિઝીકલ એજ્યુકેશનના ડાયરેક્ટરશ્રી પ્રો.(ડૉ.) રણછોડ રથવીએ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં સમગ્ર ભારતની યુનિવર્સિટીના ખેલાડીઓ ભાગ લેતાં હોય છે.
તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના રૂચિત મોરીએ ૪૦૦ મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.
વંદના મોરીએ સ્ટીપલચેઝની સ્પર્ધામાં સમગ્ર ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટીમાં બીજો ક્રમ મેળવી સિલ્વર મેડલ મેળવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યુ છે. અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. જમોડ પાયલએ ઊંચીકૂદમાં ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટીમાં આઠમો ક્રમ મેળવી ખેલો ઈન્ડિયાની સ્પર્ધામાં પસંદગી પામી છે.
રૂચિત મોરી ગોલ્ડ મેડલ, વંદના મોરીને સિલ્વર મેડલ અને જમોડ વંદના ખેલો ઈન્ડિયાની સ્પર્ધામાં પસંદગી થવા બદલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિશ્રી ડૉ.મનીષ રાવલ સાહેબ અને યુનિવર્સિટીના ફિઝીકલ એજ્યુકેશનના ડાયરેક્ટરશ્રી પ્રો.(ડૉ.) રણછોડ રથવીએ વિશિષ્ટ સિધ્ધિ મેળવવા બદલ યુનિવર્સિટી અને સમગ્ર ગુજરાતમાં ગૌરવ વધારવા બદલ અભિનંદન આપી ખેલો ઈન્ડીયાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી હતી.
આ સમગ્ર સ્પર્ધા માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની એથ્લેટીકસ ટીમના કોચ મેનેજર તરીકે પ્રો.ડૉ.જયદિપસિંહ ચૌહાણ, ડૉ. રાહુલસિંહ બારડ અને કુ.નિશા નાયકોડીએ સેવાઓ આપી હતી.