SAURASHTRA UNIVERSITY, રાજકોટ ના યજમાન પદે યોજાયેલ વેસ્ટઝોન ઈન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ (ભાઇઓ) ની સ્પર્ધા યોજાઈ હતી. તેમાં કુલ ૬૪ ટીમોએ ભાગ લીધો હતો. તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની હેન્ડબોલ (ભાઇઓ)ની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરી પૂલ સી માં પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. અને ચાર ટીમોમાં સ્થાન પ્રાપ્ત કરીને ઓલ ઈન્ડિયા વેસ્ટઝોન ઈન્ટર હેન્ડબોલ (ભાઇઓ) યુનિવર્સિટી હેન્ડબોલ (ભાઇઓ)ની સ્પર્ધા માટે ક્વોલીફાઇ કર્યુ હતુ. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝીકલ એજ્યુકેશનના ડાયરેક્ટર પ્રો. (ડૉ.) રણછોડ રથવી એ જણાવ્યુ હતુ કે, વેસ્ટઝોન ઈન્ટર યુનિવર્સિટીમાં કુલ ૬૪ ટીમોએ ભાગ લીધો હતો, તેમાંથી શ્રેષ્ઠ ૪ માં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની ટીમ પસંદગી પામેલ છે.
ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ હેન્ડબોલ ટીમને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિશ્રી ડૉ. મનિષ રાવલ સાહેબ અને યુનિવર્સિટીના ફીઝીકલ એજ્યુકેશનના ડાયરેક્ટર પ્રો. (ડૉ.) રણછોડ રથવી અને સમગ્ર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી પરીવારે અભીનંદન પાઠવ્યા હતા. અને ઓલ ઇન્ડીયા માટે શુભેચ્છા આપી હતી.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના હેન્ડબોલ ટીમના કોચ મેનેજર તરીકે ડૉ. અજય દેસાઇ અને શ્રી સંજય પટેલ એ સેવા આપી હતી. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના હેન્ડબોલ ટીમના સભ્ય નીચે પ્રમાણે હતા. ૧. રબારી જેતાભાઇ ૨. દાનિશ ૩. વહોરા નદીમભાઇ ૪. વણકર જયમીનકુમાર ૫. રાણા પૃથ્વીરાજસિંહ ૬.ગીરીશ કુમાર ૭. ભીલ દિવ્યાંગકુમાર૮ ગોહીલ ધર્મેશસિંહ ૯. અંજના ભાવેશભાઇ ૧૦. મચ્છર મહેશ ૧૧.વહુનીયા અજયભાઇ ૧૨. ઝાલા જયપાલસિંહ.