હાવતડ પ્રા.શા.માં અમેંરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન (AIF) દ્વારા દિપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ટેબ્લેટ વિતરણ —————————————- દામનગર ના હાવતડ અમેંરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન(AIF) દ્વારા ચાલતા દિપશાળા પ્રોજેક્ટ અંતર્ગત લાઠી તાલુકાની શ્રી હાવતડ પ્રાથમિક શાળામાં તા.૦૭/૦૮/૨૫ ને ગુરૂવારના રોજ ધોરણ – ૭ ના વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સરપંચશ્રી રઘુભાઈ ડાંગર,એસ.એમ.સી.સભ્યો,ધોરણ- ૭ ના વિદ્યાર્થીઓના માતાપિતા તથા વાલીશ્રીઓની ઉપસ્થિતમાં ધોરણ -૭ ના વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શાળા કક્ષાએથી જ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને વલણ કેળવાય અને આધુનિક ટેક્નોલોજીના આ યુગમાં દરેક બાળકો પણ ટેકનીલોજી સાથે કદમ મિલાવી શકે બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવા શુભ હેતુથી દિપશાળા પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. આપણા લાઠીના જ વતની અને બાળકો આધુનિક શિક્ષણ મેળવે તે માટે સમર્પિત છે એવા અમેરિકા સ્થિત ભરતભાઈ દેસાઈ કે જેમના દ્વારા આ પ્રોજેક્ટ ખુબ જ સુંદર રીતે સફળતા પૂર્વક આગળ વધી રહ્યો છે જે ખૂબ જ સરાહનીય કાર્ય માટે તેઓશ્રી ને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
ટેબ્લેટ વિતરણના આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઇ ડી.જોટંગિયા, કો-ઓર્ડીનેટર શ્રી.અમિતભાઇ પરમાર,સરપંચ શ્રી રઘુભાઈ ડાંગર, એસ.એમ.સી. સભ્યશ્રીઓ,
તેમજ શાળા પરિવારના તમામ શિક્ષકશ્રીઓ અને ધોરણ – ૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ક્લસ્ટર કો.ઓર્ડિ.શ્રી અમિતભાઇ પરમાર અને આચાર્યશ્રી શૈલેષભાઇ જોટંગિયા દ્વારા ટેબ્લેટના દાતા શ્રી ભરતભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરી દિપશાળા પ્રોજેક્ટ વિશે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ. ટેબ્લેટનો ફક્ત શૈક્ષણિક હેતુ માટે સદ્ઉપયોગ કરવા તેમજ વાલીઓએ પણ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આ બાબતે કાળજી રાખવા અનુરોધ કરવામાં આવેલ. ઉપસ્થિત સૌ વાલીઓને વિદ્યાર્થીઓમા વૈજ્ઞાનિક કૌશલ્ય ખીલવવા માટેના મહત્વ વિશે કો-ઓર્ડીનેટર દ્વારા માહિતી આપવામાં આવેલ.આમ,સૌની હાજરીમાં ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા