મેંદરડા : ખાતે તાલુકા હેલ્થ ઓફિસ બિલ્ડીંગનું ખાતમુર્હુત કરવામાં આવ્યું
મેંદરડા ના સમાકાંઠા વિસ્તાર માં અલીધ્રા રોડ પર આવેલ કોર્ટ બિલ્ડીંગ,પ્રાંત,મામલતદાર કચેરી, માર્કેટિંગ યાર્ડ,જીઈબી,પોસ્ટ ઓફિસ,સરકારી ગોડાઉન,ટેલી ફોન એક્સચેન્જ વગેરે સહિતની અનેક સરકારી કચેરીઓ આવેલી હોય ત્યારે સરકાર શ્રી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર માટે નવી બિલ્ડીંગ બનવા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલ છે ત્યારે ટી.એચ.ઓ ઓફીસ નુ નવ નિર્માણ થવા જઈ રહ્યું છે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલ
મેંદરડા શહેર ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર આવેલ તાલુકા હેલ્થ ઓફિસ જે હાલ કાર્યરત છે જેના નવ નિર્માણ માટે ૧.૧૮ લાખ ના ખર્ચે સરકાર શ્રી દ્વારા નવીનીકરણ જઈ રહ્યું છે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ
ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી, પત્રકાર કમલેશભાઈ મહેતા,સી.ટી દેસાઈ, તાલુકા પ્રમુખ પરીતભાઈ માકડીયા, ગ્રામ પંચાયત સભ્યો કમલેશ ભાઈ , શ્રવણ ભાઈ ખેવલાણી, રાજુભાઇ બગડા તેમજ પી આઇ યુ ના અધિકારી અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકતાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા