તા. ૨૯/૧૦/૨૦૨૫
ભરૂચ ગ્રામ્ય અને શહેરનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
ભરૂચ – બુધવાર – તાલુકા કક્ષાના પ્રશ્નો માટે આજરોજ ભરૂચ મામલતદાર કચેરી ખાતે ગ્રામ્ય અને શહેરનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
મામલતદાર કચેરી ભરૂચ ખાતે તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે મામલતદાર કચેરી ભરૂચ ( ગ્રામ્ય ) ખાતે નાયબ કલેકટરશ્રી ભરૂચ અને ભરૂચ શહેર માટે જિલ્લા આયોજન અધિકારીશ્રી ભરૂચના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અરજદારશ્રીઓનાં કુલ ૨૩ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોનાં ગ્રામ્યક્ષેત્રના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે ત્યાં જ હલ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કર્યો હતો…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ…



