રક્તદાતાઓની ફોજ સાથે તૈનાત ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપના 10 વર્ષની ઉજવણી
ઈબીડી ગૃપ તારાપુરના યુવાનોએ રકતદાન ક્ષેત્રે 1456 યુનિટની સિધ્ધિ મેળવી
સોશિયલ મીડિયા માધ્યમથી ૧૦ વર્ષમાં ગુજરાતભરમાંથી અનેક રક્તદાતાઓએ સહયોગ આપ્યો
આણંદ તારાપુર તા-૧૩/૦૭/૨૦૨૫ ને રવિવારે રક્તદાન ને જ જીવનનું લક્ષ્ય બનાવીને ગુજરાત ભરમાં પોતાનું કાર્યક્ષેત્ર બનાવનાર ઈમરજન્સી બ્લડ ડોનેટ ગૃપ છેલ્લા ૧૦ વર્ષથી સતત કાર્યરત છે. તારાપુર ખાતે નિમંત્રિત મહેમાનો અને રક્તદાતાઓની ઉપસ્થિતિમાં ૧૧ વર્ષમાં મંગલમય પ્રવેશ કાર્યક્રમનુ આયોજન કર્યું.આ કાર્યક્રમમા ભામાશા શૈલેષ ભાઈ પટેલ ના પ્રતિનિધિ પ્રતિકભાઈ પટેલ તારાપુર લોક ગાયક શીતલબેન બારોટ,ખંભાત ભગીની સમાજના બીનલબેન સમારોહ માટે અમેરિકા સ્થિત કામિનીબેન પટેલ ધ્વારા પતિ તુષારભાઈ પટેલના જન્મદિન નિમિત્તે એક લાખ રૂપિયાનુ દાન કર્યું હતું.તેમના પ્રતિનિધિ તરીકે સૈયદ આશિક અલી, હર્ષદ રાયશુકલ,હનુભા વાળા, શબ્બીરભાઈ,ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ ઉપસ્થિત રહ્યા હતા.ઈબીડી ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વીર શહીદોને,પ્લેન ક્રેશ મૃતકો અને ગંભીરા દુર્ઘટના મૃતકોને એક મીનીટ મૌન પાળી શ્રધ્ધંજલિ આપી હતી.વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતિઓને અને રક્તદાતા ઓને સ્મૃતિભેટ આપી સન્માનિત કરાયા હતા.
વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ,દર્દીઓની જરૂરીયાત મુજબ ઈબીડી ગ્રુપ દ્વારા રક્તદાતાઓ રક્તદાન કરેછે.આ ઉમદા અને અદ્રિતીય કાર્ય કરવા બદલ વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા.દસ વર્ષ મા ૧૪૫૬ બોટલ રકતદાન કરેલ છે અને આ વર્ષે ૧૧૩ યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર -મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર