સાવરકુંડલા બ્રાંચ શાળા નંબર ૫ માં શ્રી લૂઈસ બ્રેઈલ ની ૨૧૬ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી
સાવરકુંડલા બ્રાંચ શાળા નંબર ૫ માં આજરોજ વિશિષ્ટ શિક્ષક શ્રી અજયભાઈ આર મહેતા દ્વારા શ્રી.લૂઈસ બ્રેઈલ ની ..216 મી જન્મ જયંતિ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
આ તકે દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે બ્રેઈલ લીપી ના શોધક શ્રી લૂઈસ બ્રેઈલ ના જીવન કવન વિશે અજયભાઈ આર મહેતા એ વિસ્તૃત માહિતી આપી હતી .ત્યારબાદ દિવ્યાંગ બાળકો,સામાન્ય બાળકો એ ચિત્રકાર્ય,રંગપૂરણી જેવી વિવિધ પ્રવૃતિ કરી હતી. સ્પર્ધા પૂર્ણ થયા બાદ શાળા ના દિવ્યાંગ બાળકો ને ઈનામ પણ આપવામાં આવ્યા હતા અને ધોરણ 8 ના તમામ બાળકો ને નાસ્તો અજયભાઈ મહેતા એ કરાવ્યો હતો.શાળા ના શિક્ષક ભાર્ગવભાઈ એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. એમ રવિ ભાઈ જોષી ની એક યાદી માં જણાવેલ છે.


