આજરોજ ધામળેજ મુકામે 23 મો સમુહ લગ્ન યોજાયો જેમાં 45 નવદંપતી ઓ એ પ્રભુતા માં પગલા પાડ્યા.
આ સમૂહ લગ્નમાં આજુબાજુના તમામ આગેવાનોએ હાજરી આપી હતી જેમકે સુત્રાપાડા કોળી સમાજના પ્રમુખ દેવેન્દ્રભાઈ સોલંકી તેમજ શિક્ષણ સમિતિના માજી ચેરમેન ધીરુભાઈ સોલંકી તેમજ રિટાયરમેન્ટ ACF રાજુભાઈ વંશ તેમજ પાધેશ્વરી આશ્રમના મહંત કરસનદાસ બાપુ એ આ નવદંપતીને આશીર્વચન રૂપે હાજરી આપી હતી
આ 23 સમૂહ લગ્નમાં ધામળેજ ગામની દીકરીઓ તથા આજુબાજુના ગામની દીકરીઓ ને આ સમૂહ લગ્નમાં પ્રણવવામાં આવે છે.
આ ધામળેજ ગામના આ અનોખા અવસરને લઈને આ સમૂહ લગ્નમાં અનેક દાતાઓએ દરેક કન્યાને ભેટ આપી, સાથે સાથે કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા દરેક નવદંપતીને મેરેજ સર્ટિફિકેટ સાથે લગ્ન કરાવ્યા હતા.
હા સમૂહ લગ્નમાં ઉપસ્થિત રીતે રિટાયરમેન્ટ ACF રાજુભાઈ વંશ એ લોકોને સંબોધિત કરી વક્તવ્ય આપ્યું હતું જેમકે અંધશ્રદ્ધા અને શિક્ષણ હેતુ ને લઈને લોકોનું ધ્યાન દોર્યું હતું.
આ સમૂહ લગ્ન દર વર્ષે ધામળેજ ગામના સરપંચ ના પ્રતિનિધિ ઓધળભાઈ લખમણભાઇ અને કોળી સમાજના પટેલ રાણાભાઇ મેરૂભાઈ છે તેમજ કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ. જેસીંગભાઈ પી. વાળા
તેમજ ઉપપ્રમુખ.જસાભાઈ એમ.વાળા તેમજ ખજાનચી કાનાભાઈ એસ. સોલંકી તેમજ મંત્રી ભગવાનભાઈ બી. બાંભણીયા ધામળેજ ગામના તમામ આગેવાનો દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.
અને આ સમૂહ લગ્નમાં દરેક ઉપસ્થિત મહેમાનોનું સમૂહ લગ્ન સમિતિ દ્વારા પુષ્પ હારથી બધા મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે.
આવી જ રીતે ધામળેજ ગામના આંગણે દર વર્ષે કોળી સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવે છે.
રિપોર્ટર :- પરેશ લશ્કરી