સમસ્ત જોગાણી પરિવાર નો ૭ મો સ્નેહ મિલન સમારોહ સુરત ખાતે યોજાયો
લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર ડ્રાઇવ કેરફૂલી જિંદગી કિંમતી છે કાળજી રાખો ના સંદેશ સાથે રક્તદાતા ઓને હેલ્મેટ ભેટ
નિધિસેતુ માં ૧૫૧ સંપન્ન પરિવારો દ્વારા શિક્ષણફંડ સમાજ ના સંતાનો માટે ઉદાર સખાવત
સુરત સમગ્ર સૌરાષ્ટ્ર ના દરેક જીલ્લા ના તાલુકાના ૭૨ જેટલા ગ્રામ્ય માં વસતા જોગાણી પરિવાર ની ઉપસ્થિતિ મા અમદાવાદ મુંબઈ ના જોગાણી ભાઈઓની વિશેષ હાજરી મા સિનિયર જુનિયર કે.જી. ના બાળકો ને પ્રોત્સાહન, તેજસ્વી તારલાઓનું સન્માન શિક્ષણ નિધિ સેતુ ના સહયોગી મહાનુભાવો નું સન્માન, રક્તદાન શિબિર ડાયાબિટીસ બ્લડ પ્રેશર તપાસ જેવી વિવિધ સેવા ઓ સાથે કાર્યક્રમ યોજાયો તા.૦૮/૦૬/૨૫ રવિવારે ચાર વ્રજભૂમિ ફાર્મ હાઉસ સુરત ખાતે વડીલો ના વરદહસ્તે દીપપ્રાગટ્ય સ્વાગત સમૂહ પ્રાર્થના અને રાષ્ટ્રગીત સાથે પ્રારંભ કરાયો વિવિધ સાંસ્કૃતિક સ્કુલબેગ ટોફી શિલ્ડ સન્માનપત્ર ગ્રાફિક્સ બેનર સાઉન્ડ રંગોલી સાઉન્ડ જળ સેવા ચોપડા સ્કૂલ બેગ ફોટોગ્રાફી સહિત ની સેવા પ્રદાન કરતા દાતા શ્રી ઓનું વિશિષ્ટ સન્માન કરાયું હતું
આરોગ્ય લક્ષી ડાયાબિટીસની તપાસ બ્લડપ્રેશર ની તપાસ ઇન્ડીયન રીયલ ફાઉન્ડેશન ના સહયોગ પ્રાપ્ત થયું હતું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત રેડ ક્રોસ બ્લડ સેન્ટર મા રક્ત રક્તદાતાઓએ ૭૭ યુનિટ ચેરમેન ડો પ્રફુલભાઈ શિરોયા ને અર્પણ કર્યું હતું
રક્તદાતા ઓને એસ બી આઈ બેન્ક દ્વારા હેલ્મેટ ભેટ
શિક્ષણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકીએ.સ્વામી વિવેકાનંદ અને સરદાર વલ્લભભાઈ પટેલ ના વિચારોથી પ્રેરિત જોગાણી પરિવાર દ્વારા સમસ્ત જોગાણી શિક્ષણ નિધિ સેતુ સુરત અમદાવાદ અને સૌરાષ્ટ્ર ના પ્રાથમિક માધ્યમિક શિક્ષણ જરૂરિયાતમંદ બાળકોને આર્થિક સહયોગ કરી સમાજ ઉત્થાન નું ઉમદા કાર્ય અનુકરણીય છે સમસ્ત જોગણી પરિવાર ની શિક્ષણ નિધિ માં ૧૫૧ જેટલા ઉદાર પરિવારો અવિરત આર્થિક મદદ કરી જોગણી પરિવાર ની ઉદાત ભાવના એટલે ગામ ના પાદર માં ઉભેલા ઘટા ટોપ વૃક્ષ સમાંતર છે જે ફળ અને છાયો બંને સમાજ ના સંતાનો ને મળતા રહે તેવું ઉત્તમ આયોજન સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક છે સમસ્ત જોગણી પરિવાર ના અનેક પ્રતિભા સંપન્ન વ્યક્તિ ઓની વિશિષ્ટ સેવા બદલ સરાહનીય નોંધ લેવાય હતી પાંગરતી પ્રતિભા ઓને બિરદાવી પ્રોત્સાહિત કરાયા હતા તેમ દિનેશભાઇ જોગાણી ની યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા