સંવેદન ગૃપ દ્વારા ૧૦૭મુ ચક્ષુદાન લેવાયું
અમરેલી સ્વ. પ્રતાપભાઈનાં મોટા પૂત્ર મેહુલ જન્મથી અંધ હોય માધાણી પરિવાર આંખોનું મૂલ્ય સમજે છે માધાણી પરિવારે સ્વજનના મૃત્યુ બાદ ત્રીજી વખત કર્યા નેત્રોદાન અમરેલીનાં સરદાર ચોકમાં વસતાં વેપારી પ્રતાપભાઈ ચુનીભાઈ માધાણી (ઉં.વ.૫૮)નું તા.૧૨-૦૬-૨૦૨૫ ગુરૂવારના રોજ અવસાન થતાં તેમનાં મોટાભાઈ નાથાભાઈ માધાણી તેમજ પૂત્રો મેહુલભાઈ તથા હર્ષભાઈ, ભત્રીજા હિરેન દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું. માધાણી પરિવારે રાજન ગઢિયા (સિનિયર ન્યૂઝ રિપોર્ટર) તેમજ નટુભાઈના માધ્યમથી ચક્ષુદાન માટે અમરેલી વિસ્તારમાં સેવારત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ.
નવજીવન હોસ્પિટલ ખાતે આ નેત્રદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલ વ્યાસ તથા કુલદીપ જાડેજાએ સેવા આપી હતી, માધાણી પરિવારની સમયસરની જાગૃતિ બે અંધજનોના જીવનમાં રોશની લાવશે, તેમજ મૃત્યુ બાદ ચક્ષુદાન માટે સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


