રાણપુરમાં જુના સ્વામિનારાયણ મંદિર નો 9 મો પાટોત્સવ ઉજવાયો
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદીને કાંઠે આવેલ ગઢડા ગોપીનાથજી દેવ મંદિર તાબાનું જુના સ્વામિનારાયણ મંદિરના 9મો પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી આ 9મા પાટોત્સવ નિમિત્તે મંદિરમાં મહાપૂજા તેમજ વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ, ભગવાન પર અભિષેક,સત્સંગ સભા સંતોના આશીર્વાદ,મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો સ્વામિનારાયણ મંદિર ખાતે હાજર રહ્યા હતા..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર



