Gujarat

જિલ્લા ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી અન્ય વાહનચાલકોમાં ફફડાટ

સાયલા નેશનલ હાઇવે ઉપર જિલ્લા ટ્રાફિક પોલીસે શુક્રવારે સાંજના સમયે સાયલા સર્કલ પાસે વાહન ચેકિંગ શરૂ કરી હતી. જેમાં વાહન ચેકિંગમાં 13થી વધુ બાઈકચાલક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા આ રીતે વાહન ચલાવનારા અન્ય યુવાનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આ કામગીરીમાં લબર મુછીયા અને ધૂમ સ્ટાઇલથી ચલાવતા બાઈક ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. સર્કલ પાસેથી પસાર થતાં સુદામડા તરફથી સાંજના સમયે મોટી સંખ્યામાં વાહનોનું ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

છેલ્લા કેટલાક સમયથી સાયલા શહેર અને નેશનલ હાઈવે ઉપર બે રોકટોક ચલાવતા બાઈક ચાલકોને જિલ્લા ટ્રાફિક પોલીસે લાયસન્સ, આરસી બુક સહિતની તપાસ કરતા આઠથી વધુ બાઈક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી અને તમામ બાઈકને સાયલા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

સાયલા સર્કલ પાસે વાહન ચેકિંગ કરતા પોલીસને જોઈને બાઈક ચાલકો રસ્તો બદલી આગળ વધતા સાયલા પોલીસે શરૂ કરેલી વાહન ચેકિંગની કાર્યવાહીમાં . સાયલા પોલીસે 5 થી વધુ બાઈક ચાલકો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી. સાયલા અને સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસે બાઈક ચાલકો સામે કરેલી કાર્યવાહીને કારણે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનને બાઈક ચાલકોની ભીડ પણ જોવા મળી હતી