સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બનતા અધિકારીઓએ ચાર્જ શંભાળતાની સાથે જ એકસન મોડમાં આવી ગયા છે.શુક્રવારે મહાનગર પાલિકાની ટીમ દ્વારા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલુ કરી દીધી હતી.જેમાં 80 ફુંટ રોડ ઉપર ખાસ કરીને ઘાસના વાડા અને લારી સહિતના દબાણો દૂર કર્યા હતા.
અહિયા મહત્વની બાબત એ છે કે આ દબાણો પાલિકાએ અગાઉ 3 વાહ હટાવ્યા હતા.જે દબાણો ફરીથી થઇ ગયા હતા.પરંતુ હવે મહાનગર પાલિકા હટાવેલા દબાણો ફરીથી ન થાય તેનો અકસન પ્લાન બનાવે તે ખુબ જરૂરી છે.
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના અધિકારીઓ ધીરે ધીરે એકસન મોડમાં આવી રહયા છે.એક તરફ નવા સીમાંકન સહિતની કાગળની કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહયો છે ત્યારે બીજી બાજુ વહિવટદાર કે.સી.સંપટની સુચનાથી નાયબ કમીશનર અર્જૂન ચાવડા,એસ.કે.કટારા તથા એન્જીન્યર કલ્પેશ ચૌહાણ,કેવંતસિંહ હેરમા સહિતની ટીમે શહેરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
જેમાં ખાસ કરીને મુખ્ય રસ્તાઓ ઉપર દબાણની સાથે ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી કરી હતી.જ80 ફુંટના રોડ ઉપર આવેલા ઘાસના વાડા,મંદિર,ચાની લારીઓ સહિતના દબાણો દૂર કર્યા હતા.
જયારે રીવર ફ્રન્ટ,ટાવર રોડ,એન.ટી.એમ સ્કૂલ,બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં દૂકાનદારોને દબાણ કરીને બનાવેલા છાપરા દૂર કરવાની સાથે ગંદકી ન કરવા માટે તાકીદ કરી હતી.જયારે ટાવર રોડ ઉપર ઉભા રહેતા શાકભાજીની લારી વાળાને એન.ટી.એમ પાસે ઉભા રહેવા પણ સુચના આપવામાં આવી છે.