ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં પી.જી. ચલાવતા એક મહિલા સંચાલકને ફેસબુક પર આવેલી શેરબજારમાં રોકાણની જાહેરાત ભારે પડી છે. કોટક સિક્યોરિટીઝના નામે શરૂ કરાયેલા વોટ્સએપ ગ્રુપ મારફતે અજાણ્યા ઠગોએ મહિલા પાસેથી તબક્કાવાર કુલ ૧૦ લાખ પડાવી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે અત્યાર સુધીમાં ૫.૧૮ લાખ જેટલી રકમ રિકવર કરી છે, જ્યારે બાકીના રૂ.૪.૮૨ લાખ પરત મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. ગાંધીનગર કુડાસણ પ્રમુખ હોમ્સ ખાતે હાલમાં પોતાની દીકરી સાથે રહેતા અને એમ.કે. પી.જી.ના સંચાલક રક્ષાબેન મધુકાંતભાઈ ભટ્ટ આશરે સવા વર્ષ પહેલા ડ્ઢ-૩૦૪, શ્રીનાથ હોમ્સ ખાતે રહેતા હતા, ત્યારે તેમણે ફેસબુક પર શેરમાર્કેટમાં રોકાણ કરવા માટેની કોટક સિક્યોરિટીઝના નામની જાહેરાત જાેઈ હતી.
બાદમાં રક્ષાબેને રોકાણ કરવામાં રસ હોવાથી જાહેરાત નીચેની વ્હોટ્સએપ ગ્રુપ જાેઈન કરવાની લિંક પર ક્લિક કર્યું હતું. આ ગ્રુપનું નામ IGP777/KOTAK-Stko markª analysis, sharing and guidance હતું. આ ગ્રુપમાં થતી એક્ટિવિટીનું બે મહિના સુધી નિરીક્ષણ કર્યા બાદ ૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ તેમને એક મોબાઈલ નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર ઈસમે રક્ષાબેનને શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી એક લિંક મોકલી. જે લિંક પર ક્લિક કરતા જ ર્ાંટ્ઠા ર્હી નામના સિમ્બોલવાળી એપ્લિકેશન ઓપન થઈ હતી. જેમાં રક્ષાબેને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
ત્યારબાદ ૧૨ નવેમ્બર, ૨૦૨૪ના રોજ રક્ષાબેને સૌપ્રથમ ૩૦ હજાર રોક્યા હતા. આમ શેર બજારમાં રોકાણનો સિલસિલો શરૂ થયો હતો. બાદમાં તેમને ભારતી લેંગવાલ નામની વ્યક્તિના વ્હોટ્સએપ કોલ આવતા તેમણે ૬૦ હજારનું વધુ રોકાણ કર્યું હતું. ૧૨ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી અલગ-અલગ બેંક ખાતાઓમાં રક્ષાબેને તબક્કાવાર કુલ ૧૦ લાખ જમા કરાવી દીધા હતા. જાેકે, મોટી રકમ મળતા જ સાયબર ઠગોએ તેમને વ્હોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં રક્ષાબેને પૈસા વિડ્રો કરવાની પ્રોસેસ કરતા જણાવાયું હતું કે, રૂ.૫,૪૮,૩૩૧ કમિશન પેટે જમા કરાવો પછાત જ રકમ વિડ્રો થઈ શકશે. આ જાણીને રક્ષાબેનને પોતાની સાથે ઠગાઈ થયાનું માલૂમ પડ્યું હતું.
આ મામલે તેમની દીકરીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર જાણ કરી હતી. આ મામલાની ગંભીરતા જાેઈને સાયબર પોલીસે જે.જે. એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા એની વિગતો મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો. જેના પગલે રૂ.૨,૪૯,૭૧૨. હોલ્ડ થઈ ગયા હતા અને વધુ તપાસ દરમ્યાન વધુ ત્રણ લાખ પરત મળતા કુલ રૂ.૫.૧૮ લાખ રક્ષાબેનને પરત મળી ગયા હતા. જાેકે, બાકીના ૪.૮૨ લાખ આજદિન સુધી પરત નહીં મળતા રક્ષાબેને સમગ્ર સાયબર ફ્રોડ મામલે ફરિયાદ નોંધાવી છે.

