Gujarat

આધારકાર્ડ માં સુધારા બાબતે થતી સમસ્યાને લઈને રાણપુરમાં આંદોલનના ભણકારા…

આધારકાર્ડ માં સુધારા બાબતે થતી સમસ્યાને લઈને રાણપુરમાં આંદોલનના ભણકારા…

આધારકાર્ડમાં સુધારો કરવામાં થતી સમસ્યા ને લઈને રાણપુરમાં મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ…

આધારકાર્ડ માં સુધારામાં જન્મ તારીખના દાખલામાં આગળ-પાછળ અટકની સમસ્યાને લઈને રાણપુરમાં ગ્રામ પંચાયતના સરપંચ,સભ્યો અને ગામલોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યુ..

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આધારકાર્ડ માં સુધારામાં જન્મ તારીખના દાખલામાં આગળ-પાછળ અટકની સમસ્યાને લઈને રાણપુરમાં ગ્રામ પંચાયત અને ગામલોકો દ્વારા રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ જેમાં જણાવ્યુ છે કે છેલ્લા ઘણા સમય થી નવુ આધારકાર્ડ તેમજ આધાર કાર્ડમાં સુધારા માટે જન્મના દાખલામાં અટક આગળ હોય તો જ સુઘારો થશે તેવુ આઘારકાર્ડ ઓપરેટર દ્વારા જણાવવામાં આવી રહયુ છે. જયારે નાયબ મુખ્ય રજીસ્ટ્રાર (જન્મ-મરણ), ગાંધીનગર દ્વારા તા.૧૭/૧/૨૦૨૫ના રોજ જન્મ-મરણ નોંઘણીની કામગીરી માટે અગત્યની સુચના બહાર પાડી પ્રથમ નામ બાળકનું બીજું નામ પિતાનું અને છેલ્લે અટક લખવા સ્પષ્ટ સુચના આપી જણાવેલ છે જે મુજબ જન્મ પ્રમાણપત્રમાં અટક પાછળ આવે છે.આધારકાર્ડ ઓપરેટર જન્મના દાખલામાં અટક આગળ કરવાનું જણાવે છે જયારે તલાટીઓ નાયબ મુખ્ય રજીસ્ટ્રાર (જન્મ-મરણ), ગાંધીનગર દ્વારા બહાર પાડેલ સુચનાઓના કારણે આ સુધારો કરતા નથી. જેથી આઘારકાર્ડ ના હોવાના કારણે બાળકોને સ્કુલમાં એડમીશન મળતુ નથી તેમજ સ્કોલરશીપ અને અન્ય સરકારી યોજનામાં સામાન્ય માણસોને ખુબ જ હેરાનગતી થતી હોય લોકો ગ્રામ પંચાયત અને આધારકાર્ડ સેન્ટરના વારંવાર ઘક્કા ખાવા છતા પણ તેઓને આધારકાર્ડ અગેની કામગીરી થઇ શકતી નથી.આ વિક સમસ્યા ને લઈને રાણપુર શહેર અને રાણપુર તાલુકાના લોકો ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા છે અને રાણપુર ગ્રામ પંચાયતમાં વારંવાર આ બાબતે લોકો રજૂઆત કરવા આવતા હોય છે જેને ધ્યાને લઈને રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ,ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામ લોકોએ રાણપુર મામલતદારને આવેદનપત્ર આપી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી કરી છે અને જો આગામી દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ સમસ્યા ગુજરાત રાજ્યભરમાં હોય તો વહેલી તકે ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે નહીતર આ સમસ્યાને લઈને રાણપુરમાંથી આંદોલનની શરૂઆત કરવામાં આવશે તેવી પણ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ ચિમકી ઉચ્ચારી છે..

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

IMG-20250219-WA0057.jpg