Gujarat

ધી ભાવનગર ડિસ્ટ્રિકટ કો. ઓપરેટિવ બેંક લિ. એ પોતાના ભંડોળમાંથી ૨૦૨૪-૨૦૨૫ ના વષઁની ખેડૂત સભાસદોને ચુકવેલ વ્યાજ સહાયની માતબર રકમ

ઘી ભાવનગર ડિસ્ટ્રિકટ કો. ઓપરેટિવ બેંક લિ. ના કાર્યક્ષેત્રમાં આવતા ભાવનગર જીલ્લા ઉપરાંત અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકો તથા બોટાદ જીલ્લાના બોટાદ તથા ગઢડા તાલુકાની બેંક સાથે સંયોજીત ૫૫૦ ઉપરાંતની ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓના સભાસદો તેમજ બેંક ધ્વારા ડાયરેકટ ધિરાણ મેળવતા ખેડૂત સભાસદોએ વર્ષે ૨૦૨૪-૨૦૨૫ માં મેળવેલ કે.સી.સી. પાક ધિરાણની સમયસર અને પાકતી તારીખ પહેલા વસુલાત આપેલ છે તેઓને હાલ ની ખેતીની સીઝનમાં પાકની વાવણી, ખેડ – ખાતર, દવા તથા નિંદામણ જેવા ખેતીના કાર્યો માટે નાણાંકીય જરૂરીયાત ઉભી થતી હોય જેને ઘ્યાનમાં લઈ બેંકના ચેરમેનશ્રી રસીકભાઈ ભીંગરાડીયા તથા બોર્ડ ઓફ ડાયરેકટરશ્રીઓ અને જનરલ મેનેજર / ડેપ્યુટી જનરલ મેનેજર ઘ્વારા જિલ્લા બેંકના કાર્યક્ષેત્રના કુલ ૧૩ તાલુકાના ખેડૂત સભાસદોને સરકારશ્રી તરફથી મળવાપાત્ર ૭ ટકા મુજબની કુલ વ્યાજ સહાયની રકમ રૂા.૮૦,૭૪,૦૧,૪૮૭/- (અંકે રૂપિયા એંશી કરોડ ચુમ્મોતેર લાખ એક હજાર ચારસો સત્યાશી પુરા) જેવી માતબર રકમ બેંકે પોતાના ભંડોળમાંથી દરેક ખેડૂત સભાસદોના બેંક બચત ખાતામાં ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) થી જમા આપીને ચુકવેલ છે. બેંકની આ પ્રશંસનીય અને સરાહનીય કામગીરી બદલ તમામ ખેડૂત સભાસદોમાં હષઁ અને ખુશીની લાગણી ફેલાયેલ છે.

અહેવાલ કનુભાઈ ખાચર