દાહોદ તાલુકાના કઠલા ગામે સામૂહિત આત્મહત્યાની એક હૃદયદ્રાવક ઘટના આવી સામે છે, જ્યાં પિતાએ પોતાના બે પુત્ર સાથે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ દાહોદના ખંગેલા ગામમાં રહેતા અને ગુજરાતમાં મજુરી કામ કરતો અરવિંદ હિમલાભાઈ વહોનિયા દાહોદ તાલુકાના કઠલા ગામમાં રહેતો હતો તેને સંતાનમાં બે બાળકો અને એક બાળકી હતી, જેમાં અરવિંદ હિમલા વહોનિયા બે દિવસ પહેલા અન્ય જિલ્લામાંથી મજુરી કામ કરી પોતાના વતન ગામે આવ્યો હતો તેના પરિવાર સાથે અને બીજા દિવસે પોતાની બહેનને મળવા મધ્યપ્રદેશના માંડલી ગામે ગયો હતો. જ્યાં બહેન પાસેથી 500 રુપિયા લઇને પરત આવવા રવાના થયો હતો.
અરવિંદ બહેનના ઘરેથી પરત આવવા નીકળ્યો હકો પરંતું ઘરે ન આવતા પરિવારજનો તેની શોધખોળમાં લાગ્યા હતા. આજે સવારે કઠલા ગામના છાયણ ફળિયામાં ખેતરમાં ઝાડ સાથે બે બાળકો અને યુવક ફાંસી ખાધેલી હાલતમાં લટકતો હોવાની જાણકારી મળતા લોકો ત્યાં એકઠા થયા હતા.
જ્યાં તેનું બાઇક પણ પણ ઘટનાસ્થળે પડેલી જોવા મળ્યું હતું. મરણ જનારની તપાસ આદરતા અરવિંદ વહોનિયા અને તેના બે બાળકો 8 વર્ષીય રવિ વોહનિયા અને 6 વર્ષીય સુરેશ વોહનિયા હોવાનું જાણકારી મળી હતી અને તેના પરીવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.