સિલ્વરસ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ મેંદરડા ના બાળકો એ જિલ્લા કક્ષાએ નામ ઉજળુ કર્યું
સરકારશ્રી દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને ઓળખવા હાલ કલા મહાકુંભ તેમજ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ યોજાઈ રહી છે જેમાં જિલ્લા લેવલે કલા મહાકુંભમાં સિલ્વરસ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ મેંદરડાના વિદ્યાર્થી માર્મિક કૌશિકભાઈ ટાંક હાર્મોનિયમ વિભાગમાં મેંદરડા તાલુકાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લા કક્ષાએ ભાગ લીધેલ જેમાં પણ તૃતીય નંબર મેળવેલ છે… તેમજ ખેલમહાકુંભ અંતર્ગત મેંદરડા તાલુકા કક્ષાની હરીફાઈમાં ચેસ વિભાગ અન્ડર-14માં હિમાંશુ હિરેનભાઈ હિંગુ પ્રથમ, જીત સમીરભાઈ દુધાત્રા દ્વિતીય તેમજ ચેસ વિભાગમાં અન્ડર-11માં જયરાજ કિશનભાઇ ચુડાસમા દ્વિતીય અને ચેસમાં જ અન્ડર-17માં ધવલ દિજ્ઞેશભાઈ સતિકુંવરનો દ્વિતીય અને દોડ સ્પર્ધામાં અન્ડર-9માં માર્મિક કૌશિકભાઈ ટાંકનો તૃતિય તેમજ દોડ સ્પર્ધામાં અન્ડર-11માં કર્મદીપ ગજેન્દ્રભાઈ વાળાનો તૃતિય નંબર પ્રાપ્ત થયેલ.. આ તમામ વિદ્યાર્થીઓ મેંદરડા વિસ્તાર અને સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ રોશન કરેલ તે બદલ શાળા પરિવાર તથા ટ્રસ્ટીઓ શુભેચ્છાઓ પાઠવેલ હતી
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


