Gujarat

4 જિલ્લાના પ્રતિનિધિઓ સાથે વિકાસ અંગે મંથન, કલેકટરે તૈયારીઓની સમીક્ષા કરી

સોમનાથના સાગર દર્શન હોલ ખાતે ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (જી.આર.આઈ.ટી) દ્વારા રિજિયોનલ માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે રિજીયોનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

કલેકટર એન.વી. ઉપાધ્યાયે સાંજે સ્થળની મુલાકાત લઈને વર્કશોપની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી.

તેમણે રજીસ્ટ્રેશનથી માંડીને ચર્ચાસત્રના આયોજન સુધીની તમામ બાબતોની માહિતી સંબંધિત વિભાગો પાસેથી મેળવી હતી.

આ વર્કશોપમાં જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દ્વારકા એમ ચાર જિલ્લાના વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ ભાગ લેશે.

ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો તેમજ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.

આ તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે મળીને પ્રાદેશિક વિકાસ માટેના માર્ગો અંગે ચર્ચા-વિચારણા કરશે.