Gujarat

ભાજપના પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બંધારણના ઘડવૈયાને યાદ કરાયા

અંજાર ખાતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર સન્માન સભા અને પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી દેવેનભાઈ વર્મા ઉપસ્થિત રહ્યા હતા.

દેવેનભાઈ વર્માએ ડૉ. આંબેડકરના બંધારણ ઘડતરમાં અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. અંજાર વિભાગના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ગુજરાત સરકાર દ્વારા આંબેડકરજીના સન્માન માટે લેવાતા વિવિધ પગલાંની માહિતી આપી હતી.

કચ્છ-મોરબીના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી બનવા પાછળ ડૉ. આંબેડકરનું યોગદાન મહત્વપૂર્ણ છે. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે આંબેડકરના જીવનમાંથી પ્રેરણા લેવાનું આહ્વાન કર્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ અશોકભાઈ હાથીએ કરી હતી.