જૂનાગઢ ઉત્તર પ્રદેશના વતની હાલ મહેસાણા જિલ્લાના વસઈ ગામમાં રહેતા 32 વર્ષીય આશિષસિંગ ભીમસિંગ ઠાકુર, તેના માતા પુષ્પાસિંગ, પિતા ભીમસિંગ, મોટા બા મુન્નીસિંગ, પત્ની રબીસિંગ તથા દોઢ વર્ષનો પુત્ર રુદ્રાક્ષસિંગ જીજે 01 કેએસ 5391 નંબરની ઇકો ગાડીમાં બેસી સોમનાથ દર્શન કરવા માટે જતા હતા.
તે વખતે શુક્રવારની સવારે જૂનાગઢ તાલુકાના ચોકી ગામ પાસે રોડની સાઈડમાં બંધ જીજે 11 વાય 8139 નંબરના ટ્રકની પાછળ ઇકો ગાડી ઘૂસી ગઈ હતી. આ અકસ્માતથી આશિષસિંગ, પુષ્પાસિંગ, ભીમસિંગને ગંભીર ઈજા થઇ હતી. જેમાં ભિમસિંગનું સ્થળ પર મૃત્યુ નિપજ્યુ હતુ જયારે માતા-પુત્રને 108 એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ સારવારમાં ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન પુષ્પાસિંગનું પણ મૃત્યુ નિપજ્યુ હતુ. આશિષસિંગ ઠાકુરની ફરિયાદ લઇ ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી પીએસઆઇ ડામોરે તપાસ હાથ ધરી હતી.

