Gujarat

જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

તા. ૩૦/૧૦/૨૦૨૫

જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૩૩ પૈકી ૨૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું

ભરૂચ – ગુરુવાર – ભરૂચ જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગતમાં આવેલ અરજીઓ પૈકી ૩૩ અરજીઓ પૈકી ૨૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું. જ્યારે અન્ય બે પ્રશ્નો નીતિવિષયક તેમજ અન્ય ત્રણ પ્રશ્નો નકારાત્મક હતા.

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. સાથે સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે પ્રકારે કામગીરી કરવા લગતા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે દબાણ, રસ્તાને લગતાં પ્રશ્નો, મહેસુલ વિભાગ, પંચાયત, નગરપાલિકા તથા સિંચાઈ વિભાગને લગત પ્રશ્નો અરજદારો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. જેનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ આવતા અરજદારોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર. ધાધલ, તેમજ અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા….. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ….

IMG-20251030-WA0085-2.jpg IMG-20251030-WA0086-1.jpg IMG-20251030-WA0087-0.jpg