Gujarat

જેસલમેરથી સાબરમતી જતી ટ્રેનમાં પરિવાર સુઈ ગયો ને તસ્કરોએ તરખાટ મચાવ્યો

કલોલનો પરિવાર જેસલમેરથી સાબરમતી ટ્રેનમાં બેસી પોતાના ઘરે આવી રહ્યો હતો. એ દરમિયાન પરિવારના સભ્યોએ ચાર મોબાઈલ એક બેગમાં મુક્યા હતાં.આ દરમિયાન પરિવારના સભ્યો સુઈ ગયા હતા એ સમયે આ તકનો લાભ લઇ અજાણ્યા તસ્કરોએ બેગ ચોરી કરી ફરાર થયા હતા.સમગ્ર ઘટના અંગે મહેસાણા રેલવે પોલીસ મથકમાં ચાર મોબાઈલ અને બેગ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.

બેગમાં 4 ફોન રાખ્યા ને ચોરોએ લૂ્ટ્યા ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રહેતા પ્રજાપતિ જયરાજભાઈ પોતાના પરિવારના સભ્યો સાથે જેસલમેર ગયા હતાં અને ત્યાંથી પરત જેસલમેર સાબરમતી ટ્રેનમાં ઘરે આવી રહ્યા હતાં, એ દરમિયાન ટ્રેન નંબર 20492માં આવેલા એસ6 નંબરના કોચમાં તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે બેઠાં હતાં.

આ દરમિયાન બપોરનો સમય હોવાથી પરિવારના સભ્યોએ ચાર જેટલા ફોન જયરાજભાઈને રાખવા માટે આપ્યા હતા અને જયરાજભાઈએ એ ફોન પોતાની બેગમાં મુક્યા હતાં.

તસ્કરો બેગ લઈને ફરારા થયા આ દરમિયાન રાત્રી દરમિયાન તેઓ સુઈ ગયા હતા એ દરમિયાન અજાણ્યા કોઈ તસ્કરો તેઓની બેગ ચોરી ફરાર થઇ ગયા હતા.સમગ્ર ઘટના બાબતે ફરિયાદીને રાત્રે 3 વાગે જાણ થતાં તેઓએ તપાસ કરી હતી પરંતુ બેગ ક્યાંય મળી આવી નહોતી.

બાદમાં આ બાબતે ટીટીઇને જાણ કરી હતી જોકે એ સમયે ફરિયાદી પાસે મોબાઈલના બિલ ન હોવાથી ફરિયાદ કરી નહોતી અને બાદમાં તેઓ ઘરે ચાલ્યા ગયા હતા. સમગ્ર ઘટનામાં ફરિયાદી મહેસાણા રેલવે પોલીસ મથક આવી ચાર મોબાઈલ કિંમત 35000ના ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.