તારીખ 29/1 /2025 ના રોજ માન. તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી રોનકકુમાર ઠોરીયા સાહેબનો વિદાયમાન કાર્યક્રમ તાલુકા પંચાયત સ્ટાફ તથા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં kgabar.jam@gmail.com આવ્યો.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2025/02/IMG_20250129_195947.jpg)
આ કાર્યક્રમ તાલુકા પંચાયત જોડિયાના ઉપપ્રમુખ શ્રી મંગાભાઈ ધ્રાંગીયાના અધ્યક્ષ સ્થાને શરૂ કરવામાં આવેલ,આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત જોડીયા ના કારોબારી ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, જોડીયા મામલતદાર સાહેબ, ધ્રોલ તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ આગેવાન શ્રીઓ અને બહોળી સંખ્યામાં પંચાયત સ્ટાફગણ હાજર રહેલ.આ કાર્યક્રમની શરૂઆત વિપુલભાઈ પનારા દ્વારા શાબ્દિક સ્વાગત કરીને કરવામાં આવી. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ દ્વારા tdo સાહેબ વિશે પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા, તેમજ સામાજિક આગેવાન શ્રી જેઠાલાલ અઘેરા દ્વારા પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા.તાલુકા વિકાસ અધિકારી સાહેબ પ્રત્યે તાલુકા પંચાયત સ્ટાફ તેમજ તલાટી કમ મંત્રી માંથી મોટી સંખ્યામાં પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2025/02/IMG20250129163443.jpg)
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2025/02/IMG20250129154418.jpg)
ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી સાહેબને પદાધિકારી અને કર્મચારીઓ દ્વારા , ફૂલહાર,શાલ ઓઢાડી,ગિફ્ટ, મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે મનીષભાઈ સોરઠીયા દ્વારા આભાર વિધિ કર્યા બાદ તાલુકા પંચાયત તેમજ તલાટી કમ મંત્રીઓ દ્વારા વીદાય લેતા તાલુકા વિકાસ અધિકારી સાહેબ ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી. અને અંતે ફોટો સેશન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શરદભાઈ રાવલ દ્વારા મીડિયા કવરેજ પૂરું પાડવામાં આવેલ.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા