Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ દેવળા ગેઇટ કૃષ્ણ ગૌશાળા પાસે આવેલ ચોકમા હોલિકા દહનનો ઉત્સવ ઉજવાયો

સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઇટ કૃષ્ણ ગૌશાળા પાસે આવેલ ચોકમાં પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે હોલિકા દહનનું પર્વ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવેલ.
શહેરના વિવિધ વિસ્તારોમાંથી પણ લોકો આ હોલિકા દહન ઉત્સવના દર્શન કરવા આવેલ
આમ ગણીએ તો હોલિકા દહન એ ખરા અર્થમાં તો અસત્ય પર સત્યનો વિજયના પ્રતિક સ્વરૂપે જ મનાવવામાં આવે છે. અંતે ધર્મ અને અધર્મની લડાઈમાં અધર્મ બળીને ભસ્મ થઈ જાય છે. અને ધર્મનો વિજય થાય છે એ નિમિતે જ આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. સાવરકુંડલાના શહેરીજનો ખૂબ જ ઉત્સવપ્રિય અને ધાર્મિક વલણ ધરાવતાં શહેરીજનો હોય ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન તમામ ઉત્સવો હળીમળીને હેત પ્રિતથી ઉજવાતા જોવા મળે છે.
આમ ગણીએ તો હોલિકા દહન માટે પણ મોટી સંખ્યામાં ગાયના છાણા લાકડું તેમજ વિવિધ સામગ્રીઓ જોઈએ. જો કે હવે જૂના પુરાણા રીત રીવાજો ધીમે ધીમે ખત્મ થતાં જોવા મળે છે. આ વખતે હોળી પ્રગટાવવાનું મૂહુર્ત મોડી રાત્રેનું હોય મોડી રાત સુધી લોકોની અવરજવર જોવા મળેલ. આમ ખૂબ શાંતિ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં આ પર્વ ઉજવાયું
બિપીન પાંધી સાવરકુંડલા