Gujarat

બેચરાજીમાં કોંગ્રેસની જનઆક્રોશ સભાના પ્રથમ ચરણનો અંતિમ દિવસ

ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘જન આક્રોશ યાત્રા’ના પ્રથમ ચરણનું આજે બેચરાજી ખાતે સમાપન કરાશે. આ પ્રસંગે રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને યુવા નેતા સચિન પાયલોટ ખાસ ઉપસ્થિત રહીને કાર્યકરો અને જનતાને સંબોધશે.

કોંગ્રેસે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 1100 કિમીનું અંતર કાપ્યું કોંગ્રેસ દ્વારા આયોજિત આ જન આક્રોશ યાત્રાનો આજે 13મો દિવસ છે અને તે પ્રથમ ચરણનો અંતિમ કાર્યક્રમ બની રહેશે. આ યાત્રાની શરૂઆત 21 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને તે 3 ડિસેમ્બર 2025 સુધી એટલે કે આજ સુધી ચાલી રહી છે. આ સમયગાળા દરમિયાન, કોંગ્રેસે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લગભગ 1100 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

આજના સચિન પાયલોટના સંબોધન પર સૌની નજર કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જનતાના પ્રશ્નો, તકલીફો, દર્દ, પીડા અને આક્રોશને વાચા આપવાનો રહ્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, આ ‘જન આક્રોશ યાત્રા’ દ્વારા પરિવર્તનનો શંખનાદ કરવામાં આવ્યો છે

અને ઉત્તર ગુજરાતની જનતાના આક્રોશને સચોટ રીતે રજૂ કરવામાં આવ્યો છે. આજે બેચરાજીમાં યોજાનાર સમાપન કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો અને ઉત્તર ગુજરાતની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. જ્યાં સચિન પાયલોટના સંબોધન પર સૌની નજર રહેશે.