Gujarat

મોકડ્રીલમાં પ્રથમ જર્યોતિર્લિંગ સોમનાથ મંદિર પણ બ્લેક આઉટ રહ્યું ,લોકોની સ્વયંભુ શિસ્ત

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ દરમિયાન બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું હતું. વેરાવળના નાગરિકોએ બજારોમાં અને શહેરમાં સ્વયંભૂ લાઈટો બંધ રાખતાં અંધારપટ છવાયો હતો.

ઓપરેશન શિલ્ડ અન્વયે વેરાવળ કૉસ્ટગાર્ડ ખાતે સિવિલ ડિફેન્સના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી. ડ્રોન એટેક સમયે આપાતકાલીન સેવાઓની સક્રિયતા સુનિશ્ચિત કરવામાં આવી હતી.

વેરાવળ કોસ્ટ ગાર્ડ ખાતે દ્વિતીય નાગરિક સંરક્ષણ એક્સર્સાઇઝ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલ યોજાઈ હતી.

વેરાવળ કોસ્ટગાર્ડ પર ડ્રોન દ્વારા એટેક થયો હોવાની જાણકારી મળી હતી.આ એટેક અંગેની જાણ વેરાવળ કોસ્ટ ગાર્ડ અધિકારી દ્વારા ગીર સોમનાથ ડિઝાસ્ટર કંટ્રોલને કરવામાં આવી હતી.

જેથી આરોગ્ય, ફાયર સહિતનાં સંબંધિત વિભાગને તાત્કાલિક જાણ કરતા વેરાવળ કોસ્ટ ગાર્ડ ખાતે ઇમર્જન્સી ટીમ વેરાવળ સીટી પોલીસ, ફાયર વિભાગ, મેડિકલ ટીમ દ્વારા કોસ્ટ ગાર્ડ ખાતે ઇજાગ્રસ્ત લોકોનું ઘટના સ્થળ ખાતેથી રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં હતાં.

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર પર ડ્રોન હુમલા અંગે મોકડ્રીલ યોજવામાં આવી હતી. ફાયર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને યોગ્ય સારવાર આપવામાં આવી હતી.