જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ————————————–
બોટાદ સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાષ્ટ્રીય પર્વ 79 માં સ્વતંત્રતા દિવસ 15 મી ઓગસ્ટ ની ઉજવણી દીનદયાળ ચોક બોટાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ સાથે કરવામાં આવેલ .
કાર્યક્રમ નો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ પંડિત દિન દયાળજી ની પ્રતિમાને હારતોરા કરવામાં આવેલ. ત્યાર બાદ પ્રમુખ ચંદુભાઇ સાવલિયા , ફેડરેશન IPP કેતન ભાઈ રોજેસરા અને યુનિટ ડિરેક્ટર સી.એલ.ભીકડીયા ની ઉપસ્થિત માં ધ્વજ ફરકાવી રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપવામાં આવેલ.
પ્રાસંગિક પ્રવચન સી.એલ.ભીકડીયા તથા પ્રમુખ ચંદુભાઇ સાવલિયા એ કરેલ.
આ પ્રસંગે પૂર્વ પ્રમુખ બળવંત ભાઈ રોજેસરા , નિલેશભાઈ કોઠારી , લાલજીભાઇ કળથીયા , ઉપ પ્રમુખ પરેશ ભાઈ દરજી , ડો.અરવિંદ સોનાણી , કલ્પેશભાઈ ગાંધી ,નરેશભાઇ માવાણી , જીતેન્દ્ર બુદ્ધભટી , યોગેશ શેઠ , સમીર દોશી , મુકેશભાઈ જોટાણીયા , મન્સૂર ખલયાણી ,ઇમરાન રાવાણી , કમલેશ ભાઈ દવે , કાળુભાઇ ભાંગલ ,ધવલ રોજેસરા ,વિજય રોજેસરા , મુકેશભાઈ બગડીયા , શૈલેષ ભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહેલા.
સૌ ને મો મીઠું કરાવી રાહદારીઓ ને ધ્વજ વિતરણ કરવામાં આવેલ.
કાર્યક્રમ નું સંચાલન વિજય ભાઈ ગઢિયા એ કરેલ.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
